Publisher's Synopsis
'અંગદાન' નું મહત્વ ગુજરાતના લોકો સમજ્યા છે. એવામાં મૃતકના સ્વજનનો સહકાર ઉપરાંત ડોકટરો અને પ્રશાસનની ટીમની મહેનત રંગ લાવે, ત્યારે ડોનરે આપેલુ અંગ જરૂરિયાતવાળી વ્યક્તિ સુધી સમયસર પહોંચતું હોય છે, જે કામગીરી યુદ્ધસ્તરે ચાલતી હોય છે. આ સફરમાં સક્રિય રહેનાર દરેક વ્યક્તિ અનેકવિધ જન સહાયક પ્રવૃત્તિ દ્વારા ઉમદા હેતુ પાર પાડે છે. અંગદાન માટેની જાગૃતિનો પ્રયાસ તેમજ આ પ્રયાસને વેગ આપવા 'અંગોનું અર્પણ એ જ સાચું તર્પણ' પુસ્તક ભાગ-૨ પ્રકાશિત થઈ રહ્યું છે જે અનુકરણીય તેમજ પ્રશંસનીય છે. આ પુસ્તકમાં અંગદાનની જાગૃતિ માટેના લેખ સૌને પ્રેરક બની રહે તે માટે શુભેચ્છા પાઠવું છું. - શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય) ૨૯-જુન-૨૦૨૩